વેરાવળ સિટી પોલીસે પોક્સોના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અરજદારે ગત તા.24 ના રોજ સગીર વયની દિકરીનો સતત પીછો કરી શારીરિક અડપલા કરી પતાવી નાખવાની ધામી આપતો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જે આધારે જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. આર. રાયજાદા, એએસઆઈ જેઠાભાઇ વીરાભાઇ, વજુભાઈ ઉગાભાઈ, અજીતસિંહ ગાંડાભાઈ, નરવણસિંહ કાકુભા, નટુભા ભાભલુભા સહિતના સ્ટાફે મુક્તાર મુસ્તાક કુરેશી નામના આરોપીને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડી હસ્તગત કરેલ હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

