International

યુકેમાં ૧ દિવસમાં ઓમિક્રોનના ૧ લાખથી વધુ કેસ

યુકે
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સને તેમના ‘ગેટ બુસ્ટેડ નાઉ’ વલણને ફરી દોહરાવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે આવતા અઠવાડિયે વધુ પગલાંની જરૂર પડી શકે છે. તેની સાથે જ તેમણે કહ્યું કે ઓમિક્રોનને ગંભીરતાથી લેવો પડશે. યુકે જાેઈન્ટ કમિટી ઓન ઈમ્યુનાઈઝેશન (ત્નઝ્રફૈં) એ જણાવ્યું કે કોવિડ-૧૯ના હાઇ રિસ્કવાળા બાળકોને રસી આપી દેવી જાેઈએ. યુકેમાં ૯૬૮,૬૬૫ લોકોને બૂસ્ટર અને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસી આપવામાં આવી છે. જેસીવીઆઈએ કહ્યું કે ૫ થી ૧૧ વર્ષની વયના બાળકો જે જાેખમ જૂથમાં છે તેમને પ્રાથમિક કોર્સ કે ફર્સ્‌ટ એડ આપવો જાેઈએ. કોરોનાના નવા ખતરાને જાેતા નિષ્ણાતોએ સલાહ આપી છે કે બાળકોને ॅકૈડીિ-હ્ર્વૈહંીષ્ઠરની કોરોના વેક્સીનનો ૧૦-માઈક્રોગ્રામ ડોઝ એટલે કે પુખ્ત વયના લોકોને આપવામાં આવતા ડોઝનો એક તૃતીયાંશ ભાગ આપવો જાેઈએ. તેમજ પહેલાં અને બીજા ડોઝ વચ્ચે આઠ અઠવાડિયાનું અંતર હોવું જાેઈએ. બિલ ગેટ્‌સે, વિશ્વભરમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારા અંગે લોકોને ચેતવણી આપવાના હેતુથી શ્રેણીબદ્ધ ટ્‌વીટ્‌સમાં, મંગળવારે ચેતવણી આપી હતી કે જ્યારે આપણે તહેવારોની સીઝનની ટોચ પર આવી રહ્યા છીએ ત્યારે સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે. નવા વેરિઅન્ટના જાેખમને જાેતા એમણે પણ પોતાના મોટાભાગના હોલિડે પ્લાન્સ કેન્સલ કરી દીધા છે.વિશ્વના વિવિધ ભાગોમાં કોવિડ-૧૯ ફરીથી તબાહી મચાવી રહ્યું છે. યુકેમાં એક દિવસમાં કોરોનાના એક લાખથી વધુ કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગયા અઠવાડિયે કોરોનાના સૌથી વધુ કેસ ૯૩,૦૪૫ હતા. યુકેના અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે કોરોનાના ૧૦૬,૧૨૨ સંક્રમિત લોકો સામે આવ્યા છે. આ એક દિવસમાં અત્યાર સુધીનો કોરોના દર્દીઓનો સૌથી ઉંચો આંકડો છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં ૨૪ કલાકમાં કોરોનાના આટલા કેસ કયારેય આવ્યા નથી. તેની સાથે જ બ્રિટનમાં ૨૮ દિવસમાં કોરોનાથી ૧૪૦ લોકોના મોત થયા છે. કોરોનાની પાછલી લહેરમાં યુકેમાં એક દિવસમાં સૌથી વધુ કેસ ૬૮૦૦૦ પર પહોંચી ગયા છે. પરંતુ આ વખતે કોરોના દરરોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. જાે આ સ્થિતિ ચાલુ રહી તો કોરોનાનું સ્વરૂપ શું હશે તે કહેવું મુશ્કેલ છે.

Corona-Virus-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *