Gujarat

રાજકોટમાં 5,568 વિદ્યાર્થીઓની NEET પરીક્ષાનો પ્રારંભ

ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં દેશમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે રાજકોટમાં 5568 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે.

એડમિટ કાર્ડ સાથે વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી હતી. આ ઉપરાંત પેડ, બોલપેન સહિતની ચીજવસ્તુઓ બહાર મૂકાવવામાં આવી હતી. ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ સાથે જ બપોર બાદ એટલે કે 3 થી 6 ધોરણ 9 અને 10 માં શિક્ષક બનવા માટેની TAT – 1 ની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી. આજે ઉનાળાના આકરા તાપમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ કસોટી થઈ હતી.