વારાણસી
બનાસ ડેરીનો લખનઉ કાનપુરનો પ્લાન્ટ કાર્યરત થયા પછી હવે વારણસીના કરકિયામાં ૫ લાખ લિટર દૈનિક ક્ષમતાના પ્લાન્ટનું ભૂમિપૂજન-ખાતમુહૂર્ત દેશના પ્રધાનમંત્રી આજે ગુરૂવારના રોજ કરશે. ત્યાં આગળ આજુબાજુના હજાર જેટલા ગામની અંદર સમિતિઓ બનાવી લોકો પણ પશુપાલન વ્યવસાય થકી જાેડાઈ શકે તેવું આયોજન કરાશે. તોમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ એ ખૂબ મોટું માર્કેટ છે. એટલે અહીંયા તૈયાર થયેલી દૂધ અને દૂધની બનાવટો માર્કેટ થકી અનેક લોકો સુધી પહોંચાડી શકાય એમ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલના ભાગમાં ખૂબ મોટી શરૂઆત બનાસ ડેરી અમુલ બ્રાન્ડના માધ્યમથી કરવા જઈ રહી છે.બનાસડેરી વારાણસીમાં વધુ એક દૂધ ડેરી સ્થાપવા જઈ રહી છે. આજે ગુરૂવારના રોજ તેનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. આ ડેરીમાં દૂધ અને દૂધની બનતી અનેક બનાવટોનું ઉત્પાદન કરાશે. બનાસ ડેરી અમુલ બ્રાન્ડના નામથી ઉત્પાદન કરશે, તેમજ આસપાસના એક હજાર જેટલાં ગામમાં સમિતિ બનાવી લોકો પણ પશુપાલન વ્યવસાય થકી જાેડાઈ શકશે. બનાસ ડેરીના માધ્યમથી વારાણસી તેમજ ઉત્તર પ્રદેશના લોકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે.
