Gujarat

પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ સસરાએ વહુને બાહુપાશમાં જકડી અશ્લીલ માગ કરી, પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધ; FIR

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ નિરવ અને પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ રહેલા સસરા અરવિંદ અને સાસુ મીનાબેન વિરુદ્ધ ઘરેલુ હિંસા, દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે, સસરાએ તેની પાસે અશ્લીલ માગ કરી હતી.

સાથે જ હિડન કેમેરાથી નહાતા અને કપડાં બદલતા વીડિયો બનાવ્ હતાં. સાથે જ ખુંખાર કેદીઓથી ગાયબ કરવાની ધમકી આપવાની સાથે બાહુપાશમાં ઝકડી લેતા હતાં. તો પતિ પણ દારૂ, કોલગર્લ્સ અને અન્ય મહિલાઓ સાથેના સંબંધોને લઈને ત્રાસ આપતો હતો. રાણીપ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના 2009માં સમાજના રીતરિવાજ મુજબ નિરવ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને એક દીકરી અને એક દીકરો છે. મહિલા લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેતી હતી અને પિયરે યથાશક્તિ મુજબ દહેજ આપ્યું હતું. તેના વડસસરા નિવૃત ડેપ્યુટી એજ્યુકેશન ડિરેક્ટર તેમજ એગ્રીકલ્ચર મિનિસ્ટરના પર્સનલ સેક્રેટરી રહી ચૂક્યા હતા, જ્યારે સસરા અરવિંદભાઈ જેલ વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

મહિલાના જણાવ્યા મુજબ, શરૂઆતના સાત વર્ષ સુધી તેનું લગ્નજીવન ભારે સંઘર્ષભર્યું રહ્યું હતું. પતિ નિરવ અવારનવાર મિત્રો સાથે દારૂ અને નોનવેજ પાર્ટીઓ કરતો હતો અને મહિલાને પણ તેમાં જોડાવા દબાણ કરતો હતો. મહિલાને આવી પાર્ટીઓ પસંદ ન હોવા છતાં પતિ તેને ફેશનેબલ બનવા માટે દબાણ કરતો હતો. સાસરીયાઓએ તેને ભણવા અને સરકારી નોકરી મેળવવા બાબતે પણ રોકટોક કરી હતી અને કહેતા હતા કે, તારે આખી જિંદગી રસોડામાં જ કાઢવાની છે.