અમદાવાદ શહેરના ઇન્દિરા સર્કલથી હાંસોલ તરફ જતા રસ્તા પર એક સિનિયર સિટીઝન સાંજના સમયે ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક કારના ચાલકે પૂર ઝડપે વૃદ્ધને ટક્કર મારી હતી,જેના કારણે વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત મામલે જી ડિવિઝન પોલીસે કારચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીના દાદા રોડ પર બેભાન પડ્યા હતા એરપોર્ટ કોતરપુર ગામમાં રહેતા હાર્દિક પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે તે સાંજના સમયે હાંસોલ તલાવડી ખાતે તેનું કામ પૂરું કરીને ઘર તરફ જતો હતો, ત્યારે સવા સાત વાગ્યાની આસપાસ ઈન્દિરા બ્રિજ સર્કલથી હાસોલ તરફ જતા રસ્તા પર એક અકસ્માત થયો હતો. હાર્દિક અકસ્માત જોવા માટે ઉભો રહ્યો હતો. હાર્દિકે જોયું તો અકસ્માતમાં તેના દાદા જગદીશભાઈ પ્રજાપતિનો અકસ્માત થયો હતો અને તેઓ બેભાન પડ્યા હતા.
અકસ્માત કરનાર કાર ચાલકની અટકાયત જગદીશભાઈના માથા અને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી જેથી તેમને સારવાર માટે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કરનાર કારના ચાલકને પોલીસ અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

