વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગર બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થયા હતા.
આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું. સોમનાથમાં ભવ્ય રોડ-શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર-શો ભવ્ય જનમેદનીને સંબોધી હતી. જે બાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યા બપોરનું ભોજન લઈ વડોદરા જવા રવાના થશે. વડોદરા ખાતે ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરી ત્યાં પણ જનમેદનીને સંબોધશે. પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં પણ ‘બંગાળ થીમ’ પર તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.
ગુજરાતમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજનો દિવસ બીજા એક કારણસર પણ ખાસ છે. આજના દિવસે 11 મે, 1998ના રોજ દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણો કર્યા હતા.

