ચેન્નાઈના એરપોર્ટ પર ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે લગભગ ૨૮૦ મુસાફરો સાથે અબુ ધાબી જતી ફ્લાઇટની ડાબી પાંખમાં “આગ” લાગવાને કારણે તેની મુસાફરી રદ કરવામાં આવી હતી.
એતિહાદ ફ્લાઇટ ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી ત્યારે પાઇલટ્સે આગની નોંધ લીધી. ત્યારબાદ, બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને કોઈને પણ કોઈ ઈજા થઈ ન હતી, એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.
ફાયર સર્વિસના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક આગ ઓલવવામાં આવી હતી અને ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
આ ઘટના મામલે વાત કરવા એતિહાદ એરવેઝનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો.

