ગિરનારી ઉદાસીન આશ્રમ ખાતે 12 થી 21 મે, 2026 દરમિયાન શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. પાલીતાણાના આદપુર રોડ પર આવેલા આ આશ્રમમાં મહંત જયદેવ શરણ મહારાજ દ્વારા રામકથાનું રસપાન કરાવવામાં આવશે.

આદપુર રોડ પર શેત્રુંજય ગિરિરાજની ગોદમાં આવેલો આ આશ્રમ સંત ચેતનદાસ બાપુની પવિત્ર જગ્યા છે. અહીં વર્ષોથી ચેતનદાસ બાપુના કૃપાપાત્ર શિષ્ય લાલદાસ બાપુ દ્વારા આવા ધાર્મિક સત્કાર્યોનું આયોજન કરવામાં આવે છે. આયોજનને લઈને સેવક સમુદાય દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
મહંત જયદેવ શરણ મહારાજ દ્વારા ભક્તજનોને રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણનું રસપાન કરાવવામાં આવશે. કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધીનો રહેશે.

