ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા એક નાળામાં થયેલાં મોટાપાયે ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ દબાણો દૂર કરાયા આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગરના ટી.પી. સ્કીમ નંબર 1એ (ચિત્રા), જી.આઈ.ડી.સી. તેમજ સત્યનારાયણ સોસાયટી વચ્ચે એક મોટું નાળું આવેલું છે આ નાળાની અંદર અને તેની આસપાસ સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે મકાનો અને ઓરડીઓ ઊભી કરી દેવામાં આવી હતી, જેના કારણે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતો હતો.

ગેરકાયદે બાંધકામ મામલે 40 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર વેગડ અશોકભાઈ એ જણાવ્યું હતું કે, આ જગ્યા ખાલી કરવા માટે તંત્ર દ્વારા થોડા સમય પહેલાં જ 40 જેટલી નોટિસો ફટકારવામાં આવી હતી, નોટિસની મુદત પૂરી થતાં જ આજરોજ સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, મનપાની ટીમે જેસીબી મશીનોની મદદથી નીચે મુજબના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા, જેમાં 25 જેટલી પતરાવાળી ઓરડીઓ, 10 જેટલી પાકા સ્લેબવાળી ઓરડીઓ, 19 જેટલી કમ્પાઉન્ડ વોલ, સંડાસ અને બાથરૂમ વગેરેના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે, આ દબાણ હટાવ કામગીરીમાં 4 જેસીબીની મદદથી સાંજ સુધીમાં આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે,

