મારુતિ નંદન ચેરી. ટ્રસ્ટ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી મૌલિક ઉપાધ્યાય ના સહયોગ થી બાળકો ને ભાવતું ભોજન કરવા માં આવ્યુ.
સેવા સુત્ર સાથે ચાલી સતત લોકો ને મદદ રૂપ બની લોક હદય માં સ્થાન મેળવનાર યુવા દિલો ની ધડકન મુકેશભાઇ સંઘાણી ના જન્મદિવસ નિમિતે મારુતિ નંદન ચેરી. ટ્રસ્ટ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી શ્રી મૌલિક ઉપાધ્યાય ના સહકાર થી અમરેલી શહેર ના ગરીબ બાળકો ને ભોજન કરવી મુકેશભાઇ ના દીર્ધ આયુષ્ય માટે પ્રાથના કરી સેવા ના મંત્ર સાર્થક કરવા આવ્યો.
આ તકે અમરેલી નગર પાલિકા ના પ્રમુખ પ્રતિનિધી ચંદુભાઇ રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, વેપારી અગ્રણી હરિભાઈ બાંભરોલિયા, ગટુભાઈ રામાણી, અર્જુન દવે સાવનભાઈ કાલેણા સહિત મારુતિ નંદન ચેરી. ટ્રસ્ટ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.