Gujarat

વાપીમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલી રહેલા ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ

ATS અને SOG સંયુક્ત ટીમે વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ કુંતા ગામ ખાતે દરોડા પાડ્યા હતા જેમાં, એક ભંગારના ગોડાઉનની આડમાં ચાલી રહેલા ડ્રગ્સના મોટા રેકેટનો ઘટસ્ફોટ કર્યો હતો જેમાં પોલીસ દ્વારા લાખો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું.

આ દરોડામાં પોલીસ તપાસ દરમિયાન છદ્ભ સ્ટીલ સપ્લાયર્સ નામના ગોડાઉનની ઓફિસમાંથી ૨ કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. ૭૧ લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

આ સ્મ્ગેર માળે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું જાણવા મળ્યું હતું કે, આરોપીઓ પ્રવાહી સ્વરૂપના મેફેડ્રોન ડ્રગ્સને સુકવી તેની પ્રોસેસિંગ કરવાની તૈયારીમાં હતા. દરોડા દરમિયાન પોલીસે ૫ મોબાઈલ ફોન, ૩ વજન કાંટા તેમજ ડ્રગ્સ બનાવટ અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ જપ્ત કરી છે.

આ મામલે પોલીસે મેહુલ મકવાણા અને અબ્દુલ કલામ ખાન નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી દમણનો રહેવાસી હોવાનું અને બીજાે વાપીનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઓપરેશન દરમિયાન છ્જી અને ર્જીંય્એ મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કર્યા છે.

હાલ પોલીસે હ્લજીન્ની મદદથી ડ્રગ્સના નમૂનાઓની તપાસ શરૂ કરી છે અને આ રેકેટ સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ ડ્રગ્સ નેટવર્કનો વ્યાપ અન્ય રાજ્યો સુધી પણ ફેલાયેલો હોઈ શકે છે.