Uncategorized

ગુજરાત સરકાર દ્વારા દોઢ વર્ષથી ફરજ બજાવતા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહેલને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે પોરબંદર ગ્રામ્ય ડિવિઝન ખાતે નિમણૂક આપવામાં

ગુજરાત સરકાર દ્વારા દોઢ વર્ષથી ફરજ બજાવતા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહેલને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે પોરબંદર ગ્રામ્ય ડિવિઝન ખાતે નિમણૂક આપવામાં આવી

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાંબાના પોલીસ અધિકારીને મળેલ રેગ્યુલર પોસ્ટિંગ અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બિરદાવવામાં આવેલ* હતા…._

💫 _તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા *અજમાયશી નાયબ પોલીસ અધિક્ષકને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના દોઢ વર્ષથી ફરજ બજાવતા અને હાલ માંગરોળ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એવા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહેલને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા પોરબંદર ગ્રામ્ય ડિવિઝન ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવેલ હતું. આ અધિકારીને રેગ્યુલર નિમણૂક મળતા, તેઓને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોતાની જાતે સોલ્ડર ઉપર રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષકના હોદ્દાના ત્રણ સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન* કરીને, નિમણૂક હુકમ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે ઉચ્ચ *અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બહુમાન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે* જ જોવા મળે છે. ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, *પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર* થયેલ હતી…તેમજ જૂનાગઢ જિલ્લાના તમામ શાથી અધિકારીઓ ડી,વાય,એસ, પી, પ્રદીપસિંહ જાડેજા, જે,બી,ગઠવી, આર, વી, ડામોર, એચ, એસ, રતનું, જે,જી, પુરોહિત, પ્રોબે, ડી,વાય, એસ, પી, એમ, ડી, બારીયા સહિતના જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ એ ડી, વાય, એસ, પી, સ્મિત ગોહિલને અભિનંદન પાઠવ્યા છે_

💫 _*રેગ્યુલર નિમણૂક મેળવનાર જૂનાગઢ જિલ્લાના અજમાયાશી ડીવાયએસપી સ્મિત ગોહિલ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ તથા જિલ્લાના અધિકારીઓનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો….._

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200422-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *