Gujarat

છત્રાલ GIDCમાં દારૂના ગોડાઉનમાંથી રાજસ્થાની ગેંગના સાગરીતની ધરપકડ

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે છત્રાલ GIDC વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે એરાઇશ એસ્ટ્રેટમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી વિદેશી દારૂની 2640 બોટલ સાથે રાજસ્થાની ગેંગના એક સાગરીતને ઝડપી લીધો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 11,59,708નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હતો કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.જે.ગઢવીની ટીમને બાતમી મળી હતી કે છત્રાલ GIDCના એરાઇશ એસ્ટ્રેટમાં આવેલ પ્લોટ નં. સી/51 ના ગોડાઉનમાં માંગીલાલ બિશ્નોઈ નામના શખ્સે ગોડાઉન ભાડે રાખી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે.

રાજસ્થાની ગેંગના સાગરીતની ધરપકડ આ બાતમીના પોલીસે ગોડાઉનમાં ત્રાટકીને તપાસ કરતા પ્લાસ્ટિકના પીપ અને પીપ કાપવાના મશીનો જોવા મળ્યા હતા. અને પ્લાસ્ટિકના પીપની પાછળ ખાખી રંગના પૂંઠાના બોક્સમાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ છુપાવીને રાખવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ચુનારામ ઉર્ફે સુનીલ પુખરાજ મેઘવાલ (રહે. જાલોર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો.