જામનગર નજીક ગોરધનપર પાટિયા પાસે આવેલા ખરાબાના વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી.
કંટ્રોલરૂમમાં મયુર રાઠોડ દ્વારા આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગોરધનપર પાટિયા પાસે લહેર તળાવની સામેના વિસ્તારમાં વાળ અને લાકડાંમાં આગ લાગી હતી. આ માહિતી મળતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વોટર ફાયરિંગ કરીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.
ઘટનાસ્થળે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આગ એટલી તીવ્ર હતી કે તેની લપેટમાં બાજુમાં રાખવામાં આવેલા શાકભાજીના પ્લાસ્ટિકના ક્રેટ આવી ગયા હતા. આ ક્રેટ સળગીને ખાખ થઈ ગયા હતા.
આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયાની અને હવે કોઈ જોખમ ન હોવાની ખાતરી કર્યા બાદ ફાયરનો સ્ટાફ મેઈન ફાયર સ્ટેશન પર પરત ફર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

