મે મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યભરમાં તપી રહેલા આકરા તાપ અને અસહ્ય બફારાથી ત્રસ્ત ભાવનગરવાસીઓએ રવિવાર(31મે)ની રજાનો સદુપયોગ કરી દરિયાકિનારે ઠંડક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 40થી 43 ડિગ્રી વચ્ચે નોંધાયેલા મહત્તમ તાપમાનના પ્રકોપ વચ્ચે, શહેરના નાગરિકો કોળિયાક, ગોપનાથ અને કુંડાના દરિયાકિનારે ઉમટી પડીને પરિવાર સાથે રજાની મોજ માણી હતી.
મેના અંતિમ અઠવાડિયામાં ગરમીનો પારો સતત ઉંચો રહ્યો મે મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા છ દિવસના હવામાનના આંકડા જોતાં મહત્તમ તાપમાન સતત 40થી 43 ડિગ્રીની આસપાસ નોંધાતા લોકો અસહ્ય અકળામણ અનુભવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે લોકો આકરા તાપ અને અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા હતાં.
દરિયાકિનારે લોકોએ ડૂબકી મારીને રજાની મજા માણી ભાવેણાવાસીઓ રવિવારની રજામાં મજા કરવા માટે દરિયાકિનારે ઉમટી પડે છે, ભાવનગર જિલ્લાના કોળિયાક, ગોપનાથ, કુંડાના દરિયાકિનારે લોકોએ ડૂબકી મારીને રજાની મજા માણી હતી. તો બીજી તરફ કોળિયાકમાં ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રવિવારની રજાની મોજ માણવા પરિવાર સાથે લોકોએ દરિયા કિનારે આવી ઠંડકનો અહેસાસ કર્યો હત
ભાવેણાવાસીઓ કુંડા, કોળિયાક, ગોપનાથ સહિતના સ્થળો ફેવરીટ પ્રવાસન સ્થળ ભાવનગરમાં તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રીએ પહોચી જતા અને ઉનાળાનું વેકેશન હોવાથી લોકો દરિયાના બીચની મોજ માણવા માટે કુંડા ઉપરાંત કોળિયાક, ગોપનાથ જઈ રહ્યા છે. હાલ, ઉનાળાના વેકેશનમાં હાલ રાજ્યના તમામ પ્રર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં ભાવેણાવાસીઓ કુંડા, કોળિયાક, ગોપનાથ સહિતના સ્થળોએ માટે ફેવરીટ પ્રવાસન સ્થળ બન્યું છે, ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરિયાકાંઠે ઉમટી પડે છે અને પરિવારો સાથે રવિવારની મોજ માણી લોકો હળવા મૂડમાં જોવા મળ્યા હતા,

