Gujarat

જામનગર પોક્સો કોર્ટે દુષ્કર્મીને 20 વર્ષની સજા ફટકારી

જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે 15,000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

સગીરાનો પીછો, મિત્રતા અને પ્રેમજાળમાં ફસાવી જામનગરના શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં રહેતા આરોપી સુરેશ ઉર્ફે સૂરિયો મગનભાઈ વાઘેલાએ 16 વર્ષ અને 6 મહિનાની સગીરાને નિશાન બનાવી હતી. આરોપી સગીરા શાળાએ કે કારખાનામાં મજૂરી કામે જતી ત્યારે તેનો પીછો કરતો અને મિત્રતા કરવા દબાણ કરતો હતો. તેણે માતાજીના સમ ખાઈ સગીરાનો વિશ્વાસ જીત્યો અને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.

ટુ-વ્હિલરમાં બેસાડી ખંભાળિયા લઈ જઈ દુષ્કર્મ 6 જૂન, 2024ના રોજ સગીરા નાસ્તો લેવા ગઈ હતી ત્યારે આરોપી તેને ટુ-વ્હીલર પર બેસાડી ખંભાળિયા લઈ ગયો હતો. ત્યાં તેણે ત્રણ દિવસ સુધી સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.