નવીદિલ્હી,
ઓમિક્રોનના વઘતા જતા કેસને ધ્યાને લઈને ચિંતા વ્યક્ત કરતા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે ગુરુવારે વડાપ્રધાન અને ચૂંટણી કમિશનરને વિધાનસભા ચૂંટણીમાં કોરોનાના ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પક્ષોની ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. દૂરદર્શન અને અખબારો દ્વારા ચૂંટણી પ્રચાર કરવાનું કહેવામાં આવે. રાજકીય પક્ષોની ચૂંટણી સભાઓ અને રેલીઓને રોકવા માટે કડક પગલાં લેવા જાેઈએ. વડાપ્રધાન ચૂંટણી મોકૂફ રાખવાનો પણ વિચાર કરે. જસ્ટિસ શેખર કુમાર જેલમાં કેદ રહેલા આરોપી સંજય યાદવની જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. અલ્હાબાદના કેન્ટ પોલીસ સ્ટેશનમાં સંજય વિરુદ્ધ કેસ નોંધાયેલ છે. ગુરુવારે તેને જામીન મળી ગયા. હાઈકોર્ટે કહ્યું કે જાે શક્ય હોય તો ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને એક-બે મહિના માટે સ્થગિત કરો, કારણ કે જાે જીવ હશે તો ચૂંટણી રેલીઓ અને સભાઓ થતી રહેશે. ભારતીય બંધારણની કલમ ૨૧માં પણ આપણને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે દૈનિક અખબારોમાં છપાયેલા અહેવાલ અનુસાર, ૨૪ કલાકમાં કોરોનાના ૬ હજાર નવા કેસ મળ્યા છે. ૩૧૮ લોકોના મોત થયા છે. આ સમસ્યા દરરોજ વધી રહી છે. આ રોગચાળાને ધ્યાનમાં રાખીને, ચીન, નેધરલેન્ડ, આયર્લેન્ડ, જર્મની, સ્કોટલેન્ડ જેવા દેશોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન લાદયુ છે. આવી સ્થિતિમાં, અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે નિયમો બનાવવા માટે કહેવામાં આવ્યું છે.કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોન વેરિયન્ટની ભયાનકતાને જાેતા, અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણી પંચને કહ્યુ હતુ કે, યુપી વિધાનસભાની આગામી ચૂંટણીને સ્થગિત કરવી જાેઈએ અને ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. હવે હાઈકોર્ટના સૂચન પર ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, ચૂંટણી પંચની ટીમ આવતા અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં સ્થિતિની સમીક્ષા કરવા જશે. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ યોગ્ય ર્નિણય લેવામાં આવશે. વાસ્તવમાં, અલ્હાબાદ હાઈકોર્ટે કોરોનાના વધતા જતા કેસ પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે ચૂંટણી પંચને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીઓને તાત્કાલિક અસરથી રોકવા અને વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવાની વિનંતી કરી હતી.
