રાજકોટ શહેરમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 ઇસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે SOG P.I એન.બી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એમ.વી.જાડેજા ની રાહબરી હેઠળ જયદીપસિંહ ખુમાનસિંહ તથા ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ કુવાડવા રોડ ડી.માર્ટથી આગળ જયહીંદ મોટર્સ પ્રા.લી. ની સામેના ભાગે જાહેર રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) આકાશ ઉર્ફે યોગેશ દશરથભાઇ દેશાણી ઉ.૩૨ રહે.જુના માર્કેટીંગ યાર્ડની પાછળ દરગાહ પાસે રાજકોટ મુળ.લીલાપર ગામ તા.જસદણ જી.રાજકોટ (૨) પિયુષકુમાર શૌલેન્દ્રસિંગ ઉ.૧૯ રહે.તરૈયા મુખ્ય બઝાર શંકર ભગવાનના મંદીર પાસે થાણા-તરૈયા, જી.છપરા બિહાર. માદક પદાર્થ ગાંજો ૧.૪૬૮ ગ્રામ કિ.73,400 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


