જામનગર શહેરના ભાગોળે આવેલા હોલી ડે રીસોર્ટમાં આજે સાંજના સમયે 7 વર્ષનો બાળકનો સ્વિમીંગ પુલમાં ડુબી જવાથી મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બાળક વેકેશનમાં ઘરે આવ્યો હતો. હાપામાં રહેતા હર્ષ કિરીટભાઈ પરમાર (ઉ.વ.7) નામનો બાળક તેમના પરિવારજનો તેમજ સોસાયટીના લોકો મળીને 15થી 20 જેટલા લોકો શહેરના ભાગોળે જાંબુડા પાસે આવેલા હોલીડે રીસોર્ટમાં ગયા હતા.
જ્યાં સ્વિમીંગ પુલમાં ન્હવાની મોજ માણી રહ્યા હતા. ત્યારે આ વર્ષનો બાળક ઉંડા પુલમાં જતાં રહેતા ડુબી ગયો હતો. બાદમાં પરિવાજનોને જાણ થતાં અફડા-તફડી મચી ગઈ હતી.
બાળકને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની પોલીસને જાણ કરતા જમાદાર અજયસિંહ જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. બાળક અમદાવાદ ગાંધીનગરમાં રહેતા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
રિસોર્ટની બેદરકારીમાં સંચાલકો સામે પણ ફરિયાદ નોંધાવી જોઈએ… રીસોર્ટમાં આવેલા સ્વિમીંગ પુલમાં ન્હવા માટે પરિવાર સાથે આવતા બાળકોના ડુબી જવાથી મૃત્યુ નિપજતાં હોવાના બનાવો બને છે. જેમાં પરિવારની બેદરકારી તો હોય જ છે. પરંતુ રીસોર્ટની બેદરકારી સામે આવે તો સંચાલકો સામે પણ કાર્યવાહી સાથે ફરિયાદ નોધાવી જોઈએ.

