Gujarat

આપની ૨૮ મહિલા કાર્યકર્તાઓને શરતી જામીન મળ્યા

અમદાવાદ
કમલમ ખાતે વિરોધપ્રદર્શનમાં ગયેલી આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની પણ પોલીસે આ ગુનામાં ધરપકડ કરી હતી. મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને જજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મહિલા આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી તમામને જેલમાં મોકલવાનો હુકમ કરતાં મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી. ૧૨ ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપર લીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ૧૪ આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. અત્યાર સુધીમાં રૂ.૩૦ લાખ રિકવર કરવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જાે ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે તેમ તેમણે ખાતરી આપી હતી.ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધ પ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટી(છછઁ)ના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ૨૮ મહિલા કાર્યકરો સહિત ૯૩ની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે હવે છછઁના ૨૮ મહિલા કાર્યકર્તાઓને પોલીસે શરતી જામીન મંજૂર કર્યા છે. કોબામાં આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલયમાં આપના નેતાઓ સહિત કાર્યકરો ઘૂસી જતા પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. નવા સચિવાલયના દરવાજા બંધ કરી દેવાયા હતા, પરંતુ કમલમના દરવાજા ખુલ્લા હોવાથી આપના નેતાઓ અને કાર્યકરો પેપર લીક કાંડની રજૂઆત કરવા ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ કાર્યાલયમાં સમરાંગણ થઇ ગયું હતું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હસમુખ પટેલ, નિખિલ સવાણી, પ્રવીણ રામ અને શિવ કુમાર સહિતના અંદાજે ૪૦૦થી ૫૦૦ લોકો સામે એફઆઈઆર દાખલ થઈ હતી, જેમાં ૨૮ મહિલા કાર્યકરો સહિત ૯૩ની ધરપકડ કરાઈ હતી.

AAP.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *