જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા સાત નાલા મહાદેવ નગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં માયાભાઈ શધીયા (ગઢવી) નો ત્રણ વર્ષનો પુત્ર જયવીર ઘર પાસે રમતા રમતા અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયો હતો. બાળક પાણીમાં પડ્યાની જાણ થતાં જ તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ આકસ્મિક ઘટનાને પગલે ગઢવી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હોસ્પિટલ અને ઘર ખાતે પરિવારજનોના રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

