Gujarat

રાજ્યસભાની દ્રિવાર્ષિક ચુંટણી અંતર્ગત ગુજરાતની ૪ રાજ્યસભા બેઠકો માટે ભાજપાના ચારેય ઉમેદવારોએ ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું

રાજ્યસભાની દ્રિ-વાર્ષિક ચુંટણી અંતર્ગત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર શ્રી રાજુભાઈ શુક્લ, શ્રી માનસિંહ પરમાર, શ્રી મુકેશભાઈ રાઠવા અને શ્રી જીતેન્દ્રભાઈ કંણઝારિયાએ સોમવારે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.