ભાવનગર ગંગાજળિયા પોલીસે માથાભારે શખસ સામે મોટી કાર્યવાહી કરી છે. શરીર સબંધી ગુનામાં સંડોવાયેલા કરચલિયાપરાના શખસને અશ્વિન બાંભણિયાને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
ગંગાજળિયા પોલીસે પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલ્યો શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ અશ્વિન ઉર્ફે અડધી પેટી બાંભણિયા (ઉં.વ. 26, રહે. કરચલિયાપરા, શિવનગર, ભાવનગર) વિરુદ્ધ પોલીસ દ્વારા પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ દરખાસ્ત લોકલ ક્રાઇમ બ્રાન્ચ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી.જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ પાસા દરખાસ્તને મંજૂરી આપી વોરંટ ઇશ્યૂ કરવામાં આવતા, ગંગાજળિયા પોલીસે શખ્સની અટકાયત કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી દીધો હતો.

ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારી, પોલીસ અધિક્ષક ડો. નિતેષ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘાલ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ, ઇંગ્લિશ દારૂ, મિલ્કત અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

