Gujarat

કલ્યાણપુરના જામપર નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો

કલ્યાણપુરના જામપર નજીક એક રિક્ષા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટના જામપર ગૌશાળા આગળ બની હતી પ્રાથમિક માહિતી અનુસાર, કલ્યાણપુર ગામથી આવી રહેલી રિક્ષાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે રિક્ષા પલટી ગઈ હતી. સદનસીબે, રિક્ષામાં સવાર રિક્ષાચાલક અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.