Gujarat

સુરતમાં પાણીની બોટલની આડમાં દારૂની હેરાફેરી

સુરત
સુરત ગોડાદરા એસ.એમ.સી. ગાર્ડન પાસેથી પસાર થતાં અતુલ શક્તિ થ્રી-વ્હીલ ટેમ્પોને એસ.ઓ.જી.એ આંતરી પાણીના બોટલમાં દારૂની હેરાફેરી ની નવી મોડ્‌સ ઓપરેન્ડી ખુલ્લી પાડી છે. એટલું જ નહીં પણ પોલીસે ૨૯ હજારની કિંમતની દારૂની ૫૬ બોટલ સાથે ડ્રાઇવર ની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. ઓપરેશન બાતમીના આધારે સફળ બનાવાયું હતું. પાણીની બોટલ સપ્લાય કરતા ઈસમો બુટલેગરો ની મદદથી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે ચોક્કસ લોકેશન ટ્રેસ કરી વોચ ગોઠવી હતી. એટલું જ નહીં પણ ટેમ્પા ને ઉભો રાખી તપાસ કરતા પાણીના કેરબામાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ટેમ્પા ચાલક અંબાલાલ ભુરાલાલ મેવાડા(રહે, ચંદ્રલોક સોસાયટી, પરવતગામ) અને દિનેશ જેઠમલ મેવાડા)રહે, વૈકુંઠધામ, ગોડાદરા)નિબતક કરી આગળની તપાસ હાથ ધરી હતી. આ બંને ઈસમો મિનરલ વોટરના ટેમ્પોમાં મૂકેલાં કેરબામાં દારૂની હેરાફેરી કરી રોકડી કરી લેતા હતા. કેરબામાં મૂકેલી ૨૯૧૨૦ની કિંમતની ૫૬ બોટલ મળી આવી હતી. આ જથ્થો મંગાવનાર વૈકુંઠધામ સોસાયટીનાં દિનેશ ચોથાલાલ કલાલ અને માલ મોકલનાર સચીન સાંઇ નાથ સોસાયટીનાં પ્રભુલાલ ચત્રાજી મેવાડાને પણ ઝડપી લેવાયા છે.

The-amount-of-alcohol.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *