National

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, રસ્તા બંધ થવાથી ૪ લોકોના મોત; IMD એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ચાર લોકોના મોત થયા હતા અને વ્યાપક વિક્ષેપ પડ્યો હતો, જેમાં ભૂસ્ખલનથી રસ્તાઓ અવરોધાયા હતા, નદીઓ છલકાઈ ગઈ હતી અને અનેક જિલ્લાઓમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD ) એ જણાવ્યું હતું કે મંગળવારે રાજ્યમાં પ્રવેશેલું દક્ષિણપશ્ચિમ ચોમાસું બુધવાર સુધીમાં સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયું હતું.

તેણે ૪ જુલાઈ સિવાય ૨ જુલાઈથી ૬ જુલાઈ સુધી અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે.

પીડિતોમાં સોલન જિલ્લાના નાલાગઢની ૩૮ વર્ષીય સુખબીર કૌર હતી. તે તેના પરિવાર સાથે મણિકરણ જઈ રહી હતી ત્યારે ઓટ નજીક ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક પથ્થર પડ્યો હતો. તે વાહનમાંથી બહાર નીકળી ત્યારે ખડક તેના પર અથડાયો હતો, જેના કારણે તેનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. પોલીસે બાદમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (જીઈર્ંઝ્ર) એ ચોમાસાના પહેલા દિવસે કાંગરા જિલ્લામાં વધુ ત્રણ મૃત્યુની જાણ કરી હતી. આમાં એક વ્યક્તિનું વીજળીના કરંટથી મૃત્યુ થયું હતું અને બીજાે વ્યક્તિ ઊંચાઈ પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો.

ચંબામાં પૂર જેવી સ્થિતિ
ચંબા જિલ્લાના લાનોટ અને ફાગડોગ ગામમાં પણ સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટેકરી પરથી કાટમાળ બે ઘરોમાં ઘૂસી ગયો હતો, જેના કારણે મોટું નુકસાન થયું હતું. કાર્યકારી એસડીએમ અને તહસીલદાર અભિરાય સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓને સ્થળનું નિરીક્ષણ કરવા અને અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

ઉનાળાની રજાઓ પછી બુધવારે રાજ્યભરમાં શાળાઓ ફરી ખુલી હતી, પરંતુ ભારે વરસાદને કારણે હાજરી ઓછી રહી હતી.

ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ

જીઈર્ંઝ્ર અનુસાર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત અન્ય નુકસાનને કારણે ૩૫ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. આમાં કુલ્લુમાં ૧૮, મંડીમાં ૧૧ અને લાહૌલ-સ્પિતિ, સિરમૌર અને ઉના જિલ્લામાં બે-બે રસ્તાઓનો સમાવેશ થાય છે. વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો, ૧૨૭ વીજળી ટ્રાન્સફોર્મર સેવા બંધ હોવાના અહેવાલ છે.

મંગળવાર સાંજથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. કાંગડાના નગરોટા સુરિયાનમાં સૌથી વધુ ૧૦૨.૫ મીમી વરસાદ પડ્યો હતો, ત્યારબાદ ઘમરૂર (૯૫.૨ મીમી), ગુલેર (૮૭.૨ મીમી), પાલમપુર (૭૪.૪ મીમી), સલોની (૬૮.૨ મીમી), ધૌલાકુઆન (૬૦.૫ મીમી) અને ઉના (૫૩.૮ મીમી) વરસાદ પડ્યો હતો. શિમલા, મનાલી અને ધર્મશાલામાં પણ વરસાદ પડ્યો હતો, જ્યારે કુફરી, કાંગડા, પાલમપુર, સુંદરનગર, જુબ્બરહટ્ટી અને ભુંતરમાં વાવાઝોડા અને વીજળી પડી હતી.

ભૂસ્ખલન બાદ શિમલા-માતૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસે શિમલા, મંડી, બિલાસપુર અને હમીરપુર વચ્ચે વાહનવ્યવહાર માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવાની ફરજ પડી હતી. બીજા ભૂસ્ખલનને કારણે પંગોલા નાલા નજીક ચંબા-તિસ્સા માર્ગ પણ બંધ થઈ ગયો હતો.

પાણીનું સ્તર ઝડપથી વધી જતાં અધિકારીઓએ લોકોને નદીઓથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. ઉનામાં સ્વાન નદી અને હમીરપુરમાં બિયાસ નદી ઊંચા સ્તરે વહી રહી હતી.