તાલીબાન-પાકિસ્તાન
પાકિસ્તાની સેના પર તાલિબાનોના હુમલા બાદ ઈમરાન ખાન સરકાર વિપક્ષ દ્વારા ઘેરાય ગઈ છે. સેનેટના ભૂતપૂર્વ પ્રમુખ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના વરિષ્ઠ નેતા રઝા રબ્બાનીએ શુક્રવારે ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકારને તેની મદદ અંગે પ્રશ્ન કર્યો હતો જ્યારે અફઘાન તાલિબાન પાકિસ્તાન સાથેની સરહદને માન્યતા આપવા તૈયાર નથી. તો એવામાં મદદ કરવાની શું ઉતાવળ છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખાવરઝામીએ બુધવારે જણાવ્યું હતું કે તાલિબાન દળોએ પાકિસ્તાની દળોને પૂર્વીય પ્રાંત નાંગરહાર નજીક સરહદને “ગેરકાયદેસર” ઘેરીને અટકાવી દીધા હતા. હજુ સુધી આ મુદ્દે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ભૂતકાળમાં યુએસ સમર્થિત શાસન સહિત અફઘાનિસ્તાનની સરકારનો સરહદ પર વિવાદ રહ્યો છે અને ઐતિહાસિક રીતે બે પડોશીઓ વચ્ચે વિવાદાસ્પદ મુદ્દો બની રહ્યો છે. સરહદને આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્યુરન્ડ લાઇન તરીકે ઓળખાય છે. તેનું નામ બ્રિટિશ અમલદાર મોર્ટિમર ડ્યુરાન્ડના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે ૧૮૯૩માં તત્કાલીન અફઘાન સરકાર સાથે પરામર્શ કરીને બ્રિટિશ ઇન્ડિયાની સરહદ નક્કી કરી હતી સેનેટમાં રબ્બાનીએ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને આ ઘટના પર સંસદને વિશ્વાસમાં લેવાની માંગણી કરી હતી. રબ્બાનીએ કહ્યું કે તેઓ (તાલિબાન) સરહદને ઓળખવા તૈયાર નથી તો આપણે શા માટે આગળ વધવું જાેઇએ? રબ્બાનીએ સ્થાનિક મીડિયાના અહેવાલો સામે પણ ચેતવણી આપી હતી કે પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (્્ઁ) અફઘાનિસ્તાનમાં ફરીથી એકત્રિત થવાનો પ્રયાસ કરી રહ્યું છે.તાલિબાન-પાકિસ્તાન સંબંધોમાં જેની આશંકા હતી તે જ થઈ રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને સ્પષ્ટવક્તા વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી તેમના પાલતુ તાલિબાન માટે વિશ્વવ્યાપી સમર્થન માંગે છે. બીજી તરફ તાલિબાન ડ્યુરન્ડ લાઇનને સ્વીકારી રહ્યું નથી અને પાકિસ્તાની વિસ્તારમાં તોપોનો મારો ચલાવી રહ્યું છે. એટલું જ નહીં તાલિબાનના સંરક્ષણમાં જીવતા તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓ સતત પાકિસ્તાની સૈનિકોના જીવ લઈ રહ્યા છે. જેના કારણે ખુદ પીએમ ઈમરાન ખાન પોતાના દેશમાં ખરાબ રીતે ઘેરાઈ ગયા છે. અફઘાનિસ્તાનના જાણીતા પત્રકાર બિલાલ સરવારીએ સ્થાનિક લોકોને ટાંકીને કહ્યું કે ્્ઁના હુમલામાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. જવાબમાં પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના કુનાર વિસ્તારમાં ડ્યુરન્ડ લાઇન પર ભારે ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબમાં તાલિબાન આતંકવાદીઓએ પણ જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાની સેનાની બે સુરક્ષા ચોકીઓ પર તોપથી ગોળીબાર કર્યો. આ સંઘર્ષ લગભગ ૩૦ મિનિટ સુધી ચાલ્યો હતો. સરવરીએ કહ્યું કે બાદમાં ફરી એકવાર ડ્યુરન્ડ લાઇન પર બંને તરફથી ગોળીબાર શરૂ થયો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર કુનાર પ્રાંતના તાલિબાન ગવર્નરે પાકિસ્તાની સૈનિકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે ભારે ગોળીબારના કારણે તાલિબાને રમખાણો માટે વધારાના દળો મોકલવા પડ્યા હતા. બંને બાજુના ગોળીબારમાં ઘણા ગામો પણ ઝપટમાં આવી ગયા હતા.