ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા આયોજિત ટેબલ ટેનિસ પસંદગી પ્રક્રિયામાં લાલપુરના ધ્રુવીબેન રવિભાઈ વાઘેલાની પસંદગી થઈ છે. તેમની પસંદગી નડિયાદ ખાતે યોજાનારી સ્પર્ધા માટે કરવામાં આવી છે. ધ્રુવીબેનની આ સિદ્ધિ તેમના સતત પરિશ્રમ, શિસ્ત અને રમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. આ ઉપલબ્ધિથી લાલપુરનું ગૌરવ વધ્યું છે અને અન્ય યુવા ખેલાડીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા મળશે.
ધ્રુવીબેનની સફળતા પાછળ કોચ ધવલભાઈ નાકર અને પાર્થભાઈ માકડીયાનું માર્ગદર્શન અને મહેનત મહત્વપૂર્ણ રહ્યા છે. તેમના યોગદાન બદલ સૌએ અભિનંદન પાઠવ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે ધ્રુવીબેન ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધુ સફળતા પ્રાપ્ત કરી લાલપુર અને ગુજરાતનું નામ રોશન કરશે.

