ભાવનગર
નાતાલની ઉજવણી ઠેરઠેર કરવામાં આવી રહી છે, ક્રિસમસના તહેવારે ભાવનગર શહેરના એમ.જી.રોડ, પીરછલ્લા શેરી, વોરાબજાર તેમજ વાઘાવાડી રોડ સહિતના અનેક સ્થળોએ ઠેર-ઠેર ક્રિસમસ સંબંધિત સાન્ટા કેપ, ટ્રી અને ડ્રેસ સહિતની એસેસરીઝનું ધૂમ વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં ક્રિસમસની સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે, કોરોનાની મહામારીના કારણે અન્ય તહેવારોની જેમ ૨૦૨૧ના વર્ષના અંતિમ તહેવાર નાતાલની પણ સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલશે, જેમાં ભાવનગરમાં આવેલી શાળાઓ અને ચર્ચમાં સરકારની સંપૂર્ણ કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ઉજવણી કરવામાં આવી રહી છે.ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી સ્મોલ વંડર સ્કૂલ ખાતે નાના બાળકો દ્વારા ક્રિસમસના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા અવનવાં ડ્રેસકોડ પહેરી ડાન્સ પાર્ટી કરીને ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને સાન્ટા ક્લોઝ દ્વારા રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી.
