Gujarat

ગ્રાહકોના દાગીના પર રૂપિયા લઈને છેતરપિંડી કરી

વડોદરા
વડોદરાના હરણી વારસિયા રીંગરોડ પર મોતીનગર ત્રણ રસ્તા પાસે આઇ.આઇ.એફ.એલ.ફાઈનાન્સ લિ.કંપનીની ઓફિસ છે. બે મહિના અગાઉ ઓફિસના બ્રાંચ મેનેજર કિરણબેન ગોપીચંદ પુરૃષવાણી,તેમજ અન્ય કર્મચારીઓ સામે રિજનલ મેનેજર નિખિલ દિપનારાયણ સિંઘે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, કે,આઇ.આઇ.એફ.એલ.ફાઈનાન્સ કંપનીમાં પોતાના સોનાના દાગીના ગીરવે મુકીને સંખ્યાબંધ ગ્રાહકોએ લોન લીધી હતી.તે લોનના રૃપિયા ભરપાઇ કરી કેટલાક ગ્રાહકોએ દાગીના છોડાવ્યા હતા.પરંતુ,બ્રાંચ મેનેજરે આ રૃપિયા કંપનીમાં જમા કરાવ્યા નહતા. ઉપરાંત કેટલાક કિસ્સામાં જે ગ્રાહકોએ દાગીના ગીરવે મુક્યા હતા. તે ગ્રાહકોના દાગીનાના સીલબંધ પેકેટ તોડી તેમાંથી થોડા દાગીના કાઢી લઇ બીજા પેકેટ બનાવી તેમજ બોગસ ગ્રાહકો ઉભા કરી તેમના નામના ફોર્મ ભરી લોન લઇ લીધી હતી. આઇ.આઇ.એફ.એલ.ફાઈનાન્સ કંપનીના સ્ટાફ દ્વારા ખોટા દસ્તાવેજાે બનાવી ફાઈનાન્સ કંપનીમાં મુકેલું ૩,૦૫૨.૩૨ ગ્રામ વજનના દાગીના કિંમત રૃપિયા ૧.૨૯ કરોડનું નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત કેટલા ગ્રાહકોની લોનના રૂપિયા જમા નહી કરી ઉચાપત કરવામાં આવી છે. તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ગુનામાં પોલીસે વારસિયા તથા ડભોઇ બ્રાંચના મેનેજર સહિત સાત આરોપીની ધરપકડ કરી હતી.જેમાં કિરણબેન ,વિકિતા ચૌહાણ, પ્રિયા ગોહિલ, દિલીપ જાડેજા, વિશાલ પરેશભાઇ ઓડ, વિકાસ ઝીંઝુવાડિયા અને રમેશ હોતચંદ શીતલાણીનો સમાવેશ થાય છે. આઇ.આઇ.એફ.એલ.ફાઈનાન્સ કંપનીની શહેરના વારસિયામાં આવેલી બ્રાંચના મહિલા મેનેજરે ગ્રાહકોના દાગીના પર અન્ય બ્રાંચ અને સોની પાસેથી રૂપિયા લઇ લીધા હતા. આ ગુનામાં પોલીસે મેનેજર સહિત સાત આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણ કિલો સોનું સગેવગે કરવાના આ બનાવમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન ૨.૧૨૪ કિગ્રા સોના સાથે ફુલ ૨.૮૦૦ ગ્રામ સોનુ રિકવર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *