રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના 2 ઇસમોને દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર વિસ્તારના લોકોની જાનમાલનુ રક્ષણ થાય અને ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર રાજકોટ શહેરમાં ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્રારા ગેરકાયદેસર હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના 6 ઇસમોને કુલ-૧૮ દેશી બનાવટના હથીયારો તથા જીવતા કાર્ટીસ નંગ-૩૦ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. આરોપી પ્રદિપભાઇ અનકભાઈ કરપડા એ અગાઉ ગેરકાયદેસર દેશી બનાવટનુ હથીયાર તથા કાર્ટીસ આરીફ પઠાણ નામના ઇસમને આપેલ હોવાની હકીકત જણાવેલ. તેમજ પકડાયેલ આરોપી સકીલ સાદીક મન્સુરી એ અગાઉ ગેરકાયદેસર દેશી બનાવટના હથીયારો જયપાલ ડેડાણીયા નામના ઇસમને આપેલ હોવાની હકીકત જણાવેલ. બન્ને ઇસમોને દેશી બનાવટની પીસ્ટલો તથા જીવતા કાર્ટીસ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ગેરકાયદેસર હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના 8 ઇસમોને કુલ-૨૧ દેશી બનાવટના હથીયારો તથા જીવતા કાર્ટીસ નંગ-૩૨ પકડી પાડવામાં આવેલ છે. (1) આરીફ ગફારભાઇ પઠાણ ઉ.૩૪ રહે.ગંજીવાડા મે.રોડ મસ્જીદ ચોક રાજકોટ (2) જયપાલ રાજેશભાઇ ડેડાણીયા ઉ.૨૯ રહે.રણુજા મંદીર સામે ન્યુ વેલનાથપરા શેરીનં.૩ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

