અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
આથી ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્રારા લાગતા વળગતા તમામને લેખિતમાં જણાવવામાં આવે છે કે વેરાવળ સીટી પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન કામગીરી દરમ્યાન એમ.વી.એકટ કલમ-૨૦૭ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ વાહનોનો નીકાલ કરવાનો હોય જેથી લાગતા વળગતા તમામે વેરાવળ સીટી પોલીસ દ્વારા એમ.વી.એકટ કલમ-૨૦૭ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ વાહનો અંગે યોગ્ય આધારા પુરાવા તેમજ લાગતી વળગતી આરટીઓ કચેરી ખાતે ભરેલ દંડના આધારા પુરાવા સાથે તા.૨૭/૧૨/૨૦૨૧ થી દિન-૭ સુધીમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી રજુ કરી વાહન પરત મેળવી લેવા જણાવવામાં આવે છે. સદરહુ મુદત વીતી ગયા બાદ વાહનો બાબતે આગળની કાર્યવાહી કરવાની હોય જેથી મુદત સમય ગાળા દરમ્યાન વાહન પરત મેળવવા માટે લાગતા વળગતાએ નોંધ લેવી ઉપરોકત મુદત વિત્યા બાદ પોતાના વાહન અંગે કોઇ હક્ક દાવો કરી શકશે જેની નોંં લેવા સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ દ્વારા એક યાદીમાં જણાવાયુ હોવાનુંં પત્રકાર સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતુંં