ન્યુદિલ્હી
દિગ્વિજય સિંહના સાવરકર પરના નિવેદન પછી ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના હિન્દુવાદી ચહેરા અને ધારાસભ્ય રામેશ્વર શર્માએ કહ્યું- ‘દિગ્વિજય દિવસ-રાત માત્ર હિન્દુઓને બદનામ કરવામાં જ વ્યસ્ત હોય છે. દિગ્વિજય સિંહ તે મહાપુરુષ છે જે હિન્દુો વિરૂદ્ધ ષડયંત્ર કરવામાં દિવસ-રાત મહેનત અને પરિશ્રમ કરે છે. તમે જાે આટલા જ રસથી હિન્દુ અને હિન્દુસ્તાનીની ભલાઈ માટે કામ કર્યું હોત તો ન પાકિસ્તાનમાં ઝિણા પેદા થાત કે ન તો આતંકવાદ આ દેશની ધરતી પર ક્યાંય જાેવા મળત. હિન્દુ ધર્માં શું-શું ખામીઓ છે અને હિન્દુ ધર્મને કઈ રીતે બદનામ કરી શકાય તે અંગે દિગ્વિજય સિંહ ૨૪ કલાક રચ્યાપચ્યા રહે છે. ક્યારેક સાવરકરના નામે તો ક્યારેક બીજા કોઈ મહાપુરૂષોના નામે આવા ખોટા નિવેદનો કરે છે.’કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ફરી એક વખત વીર સાવરકરનું નામ લઈને ભાજપ અને સંઘ પર નિશાન સાધ્યું છે. ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે- ‘સાવરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ગાય એવું પશુ છે જે પોતાના જ મળમાં આળોટે છે, તે ક્યાંથી આપણી માતા હોય શકે.’ દિગ્વિજયે વધુમાં કહ્યું કે- ‘સાવરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ગૌમાંસ ખાવામાં કંઈજ ખરાબી નથી. આ સાવરકરજીએ કહ્યું જે આજકાલ ભાજપ અને સંઘના ખાસ વિચારક છે.’
