પંચમહાલ જિલ્લામાં પોલીસ દ્વારા ગોધરા તાલુકાના વકતાપુરા તથા વણાકપુર ગામમાં 50 જેટલા વિધવા ગરીબ પરિવારની પોલીસ દ્વારા અનાજ વિતરણ કરવામાં આવ્યું
સમગ્ર વિશ્વમાં હાલ કોરોના એ અડ્ડો જમાવ્યો છે ત્યારે .લોકો ની સેવા માટે હાલ મેડિકલ સ્ટાફ ,પોલીસ ,તેમજ મીડિયા હાલ સેવાકીય કામગિરીઓ કરી રહ્યા છે. દેશ માં કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે પોલીસ સતત સેવા બજાવતી જોવા મળી છે .ત્યારે હાલ ચાલી રહેલ કોરોના રૂપી રાક્ષસ ને ડામવવા પોલીસ સતત લોકો ને લોકડાઉન માં બહાર ન નીકળો અને સુરક્ષિત રહો એમ કહી રહી છે આ તમામ બાબતો વચ્ચે પોતાની જાન ના જોખમ વચ્ચે કોરોના ગ્રસ્ત વિસ્તાર માં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે .જેમાં દેશ માં ઘણા બધા પોલીસ ના જવાનો ને પણ કોરોના વાયરસ નો ચેપ પણ લાગ્યો છે .તેમજ લોકડાઉન માં પોલિસ દ્વારા લોકડાઉન નો ભંગ કરનાર સામે ક્યારેક આકરું પણ બનવું પડ્યું છે.ત્યારે પોલિસ ના સૂત્ર “સેવા સુરક્ષા અને સલામતી “ના સૂત્ર ને ખરા અર્થ માં સાર્થક થઈ રહ્યું છે જેમાં જો પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકાના વકાતાપુરા અને વણાકપુર મા આશરે 50 જેટલા જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.અને હાલ ચાલી રહેલ લોકડાઉન ની સ્થિતિ માં રોજ કમાઈ ને રોજ ખાનાર મજુર વર્ગ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.ડી.એન.ચુડાસમા તેમજ તેમની ટીમ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવા સૂચના કરવામાં આવેલ છે.
આમ સુરક્ષા સેવા અને સલામતિ ના પંચમહાલ પોલિસ દ્વારા સાર્થક કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર :- એજાજ કાજી. પંચમહાલ