ન્યુદિલ્હી
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે ૧૫થી ૧૮ વર્ષની ઉંમરની વચ્ચેના બે બાળકો છે, હવે તેમના માટે દેશમાં વેક્સિનેશન શરૂ થશે. આગામી વર્ષે ૩ જાન્યુઆરીથી આની શરૂઆત કરવામાં આવશે. હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સને ૧૦ જાન્યુઆરીથી વેક્સિનની બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ઁસ્ મોદીએ કહ્યુ કે ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના કો-મોરબિડિટી વાળા નાગરિકોને તેમને ડોક્ટરની સલાહ પર વેક્સિનની ઁિીષ્ઠટ્ઠેંર્ૈહ ર્ડ્ઢજીનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. તેમણે કહ્યુ કે ના પેનિક કરવાની જરૂર છે અને ના ડરવાની જરૂર છે, માત્ર સાવધાની વરતવાની છે અને સતર્ક રહેવાનુ છે.પીએમએ દેશને જાણકારી આપી કે સરકાર પોતાના સ્તર પર પૂરી તૈયારી કરી રહી છે. તેમણે કહ્યુ કે અમારી પાસે ૯૦ હજાર બેડ હાજર છે, ૩ હજારથી વધારે ઓક્સિજન પ્લાન્ટ કામ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને ૧૦ જાન્યુઆરીથી વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાનુ એલાન કર્યુ હતુ. આની પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે કેન્દ્ર સરકારે મારા બૂસ્ટર ડોઝનુ સૂચન માની લીધુ છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ ર્નિણય પર સંમતિ વ્યક્ત કરતા કહ્યુ કે આ એક યોગ્ય પગલુ છે. દેશના જન-જન સુધી વેક્સિન અને બૂસ્ટરની સુરક્ષા પહોંચાડવી જાેઈએ.