Delhi

કાશ્મીર ઘાટીમાં ૫ આતંકવાદીઓનો ખાત્મો

ન્યુદિલ્હી
આતંકવાદીઓની હાજરીની માહીતીના આધાર પર જમ્મુ કાશમીર પોલીસે સેનાની ૪૪ રાષ્ટ્રીય રાઈફલ (આરઆર) અને સીઆરપીએફના સહયોગથી આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો તેમ છતાં, એસઓપીનું પાલન કરતા સૈનિકોએ પહેલા તેમને આત્મસમર્પણ કરવાનું કહ્યું, જ્યારે તેઓ રાજી ન થયા તો જવાબી કાર્યવાહી કરવામાં આવી, જેમાં ૨ આતંકવાદીઓ માર્યા ગયા. તેમના મૃતદેહ ઘટના સ્થળ પરથી મળી આવ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ શોપિયાના બ્રારીપોરાના સાજિદ અહમદ ચક અને પુલવામાંના આચન લિટરના રાજા બાસિત યાકૂબના રૂપમાં થઈ છે. પોલીસ રેકોર્ડ પ્રમાણે સજ્જાદ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૦ જ્યારે બાસિત ૨ ડિસેમ્બર, ૨૦૨૧થી સક્રિય હતો. બંને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા અને ઘણી આતંકવાદી ગુનાહિત ઘટનાઓમાં સામેલ આતંકવાદી જૂથોનો ભાગ હતા. આ ઉપરાંત બંને આતંકવાદીઓ યુવાનોને આતંકવાદી જૂથોમાં જાેડવામાં પણ સામેલ હતા. બપોર પછી પુલવામાં જિલ્લાના ત્રાલના હરદુમીર વિસ્તારમાં જમ્મુ કાશમીર પોલીસ, સેનાની ૪૨ આરઆર અને સીઆરપીએફના જવાનોના સંયુક્ત તલાશી અભિયાન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આઈજી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ નદીમ ભટ અને ગુલામ રસૂલ ઉર્ફે આદિલ તરીકે થઈ છે. રસૂલ ઈમ્પ્રુવાઈઝ્‌ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) નિષ્ણાત હતો.બંને આતંકવાદીઓ અંસાર ગઝવત-ઉલ હિંદ (છેંય્ૐ)ના છે. તેમની પાસેથી ૨ એકે રાઈફલ મળી આવી છે. બંને આતંકવાદીઓ આઈઈડી બ્લાસ્ટ અને ગ્રેનેડ ફેંકવા સહિત અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતા. આઈજીપી કાશ્મીરે પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમોને કોઈ નુકસાન વિના ૪૮ કલાકની અંદર ૩ સફળ ઓપરેશનમાં ૫ આતંકવાદીઓને ઠાર મારવા બદલ અભિનંદન આપ્યા હતા.સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં ૨૪ કલાકમાં ૩ અલગ-અલગ એન્કાઉન્ટરમાં પોલીસ સહાયક ઉપ નિરીક્ષક અશરફ અહમદની હત્યામાં સામેલ આઈએસજેકેના આતંકવાદી રફીક અહમદ અને ઇમ્પ્રુવાઈઝ્‌ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) નિષ્ણાત સહિત ૫ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. શોપિયામાં માર્યા ગયેલા બંને આતંકવાદી લશ્કર-એ-તૈયબા અને પુલવામાં ખાતે ત્રાલમાં માર્યા ગયેલા બંને આઈઈડી એક્સપર્ટ અંસાર ગઝવત-ઉલ હિંદ (એયુજીએચ)ના સદસ્ય હતા. તેમના પાસેથી ૪ એકે રાઈફલો, ૪ એકે મેગેઝિન અને ૩૨ કારતૂસ મળી આવ્યા છે. આ અગાઉ શુક્રવારે સુરક્ષાદળોએ અનંતનાગના બિજબિહાડામાં ૫ ભજપ નેતાઓની હત્યામાં સામેલ હિઝબુલ આતંકવાદી કુલગામના નિવાસી શહજાદ સેહને ઠાર કર્યો હતો. આ પ્રમાણે સુરક્ષાદળોએ છેલ્લા ૪૮ કલાકમાં ૬ આતંકીઓને ઠાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે મોડી રાત્રે એક સૂચનાના આધાર પર પોલીસે અનંતનાગ જિલ્લામાં બિજબિહાડાના ખુશ રોઈ કલાંમાં તપાસ અભિયાન ચલાવ્યું હતું જેમાં મોડી રાત્રે આતંકવાદી સંગઠન આઈએસજેકેનો આતંકવાદી રફીક અહમદ માર્યો ગયો. તે ૨૨ ડિસેમ્બરની એએસઆઈ અશરફ અહમદની હત્યામાં સામેલ હતો. રાત્રે સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી રાખ્યો હતો. ત્યાં કેટલાક બીજા આતંકવાદીઓ હાજર હોવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *