બોટાદ જિલ્લાના પાળિયાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વિસામણબાપુની જગ્યા, વિહળધામ ખાતે મહામંડલેશ્વર નિર્મળાબા (ઉનડબાપુ) નો ૬૪મો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ ઉજવણી આગામી ૨૪ જુલાઈ, ૨૦૨૬, શુક્રવારના રોજ કરવામાં આવશે. આ પાવન અવસરે ભયલુબાપુ, ગાયત્રીબા દિયાબા પૃથ્વીરાજબાપુ તેમજ સમગ્ર વિહળ પરિવાર ગરિમામય ઉપસ્થિતિ રહેશે. પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી બણકલ ગૌશાળામાં ગાયોને લીલો ચારો અને લાપસી અપાશે.

આ ઉપરાંત, કુતરાને રોટલા, પક્ષીઓને ચણ અને કીડીઓને કીડીયારું પૂરવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ જેવા પરોપકારી કાર્યો પણ કરાશે. સંસ્થાન દ્વારા આ મંગલમય પ્રસંગે ઠાકરના તમામ સેવકો અને હરિભક્તોને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

