અમદાવાદ
વેજલપુરમાં રહેતી કરિશ્માના લગ્ન ૨૫ મે ૨૦૨૧ના રોજ આણંદના યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નના ૧ મહિના સુધી સાસરીયાંએ સુધી રેશ્માને સારી રીતે રાખી, અને બાદમાં નાની નાની વાતમાં પતિ તેની સાથે ઝઘડો કરતો અને ‘તને કંઈ કામ આવડતું નથી’ તેમ કહ્યા કરતો. રેશ્માના સાસુ પણ તેને સતત ટોણા મારતા રહેતા અને ‘લગ્ન બાદથી તું બિમાર જ રહે છે, ઘરે કંઈ કામ નથી કરતી’ તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતા. રેશ્મા ફોન પર વાત કરે તો પણ તેના સસરા ‘ફોનમાં કોઈની સાથે વાત નહીં કરવાની’ કહીને ઝઘડો કરતા. આટલું જ નહીં સાસુ તેને કહેતા, તું હલકી છે, તારે ફરવા જાેઈએ છીએ. તેમ કહીને ગંદી ગાળો આપતા હતા. અને તારા ઘરે દીકરાનો જન્મ થાય તો તેને મોટી વહુને આપી દેવાનો. ઉપરાંત રેશ્મા બિમાર પડે ત્યારે પતિ તેને દવાખાને પણ નહોતો લઈ જતો. આજથી ૩ મહિના પહેલા રેશ્માને પથરીનો દુખાવો ઉપડ્યો, આથી તે સારવાર માટે પિયર ગઈ હતી, જાેકે મહિનાઓ થઈ જવા છતાં પતિ તેને તેડવા માટે નહોતો આવતો. આથી સમાજના લોકો દ્વારા સમાધાન કરાવવાનો પ્રયાસ કરતા રેશ્માના સસરાએ ફોન પર કહી દીધું કે, અમારે તને રાખવી જ નથી. જેથી આખરે રેશ્માએ પોતાના પતિ, સાસુ સહિતના સાસરીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદમાં પતિ અને પત્નીના સંબંધોને ફરીથી લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નના ૧ મહિના બાદથી જ પરિણીતાને ત્રાસ આપતા પતિ, જેઠાણી તથા સાસુ સામે ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાનો આક્ષેપ છે કે, સાસરીયા તેને નાની નાની વાતમાં મેણાં ટોણાં મારતા અને ઝઘડો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા.