મોરબી
ચરાડવાથી સમલી રોડ ઉપર આવેલી નર્મદા કેનાલના નાલા પાસે હત્યા કરાયેલી હાલતમાં તેમજ અધસળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી હળવદ પોલીસ અને એલસીબી મોરબી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં યુવકના માથાના ભાગે હથિયારના ઘા ઝીકી તેની લાશને સળગાવવા પ્રયત્ન કરતા મૃતદેહ અડધો બળી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આ વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. આ દરમિયાન સઘન તપાસ બાદ મૃતક વ્યક્તિ ચરાડવા પેટ્રોલપંપ પાછળ રહેતા કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં હળવદ પીએસઆઇ રાજેંન્દ્રદાન ભિખુદાન ટાપરીયા ફરિયાદી બની આ હત્યાનો ભેદ ઉકેલવા અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી રહ્યા છે. હળવદના ચરાડવા નજીકથી એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે પ્રકરણમાં મૃતક આદિવાસી શ્રમિક હોવાનું ખુલ્યું છે. હાલમાં હળવદના ઁજીૈંએ ફરિયાદી બની આ રહસ્યમય ઘટનાની તપાસ શરૂ કરી છે.
