Gujarat

સુરતના દેલાડવામાં જળબંબાકાર; ૧૨ કલાકથી લોકો ઘરમાં ફસાયા બાદ તંત્ર આવ્યું મદદમાં

સુરતમાં પૂરના ત્રણ દિવસ પછી પણ અનેક વિસ્તારોમાં રહેવાસીઓ કાદવ-કીચળની તકલીફ

સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી જળબંબાકારની સ્થિતિથી જનજીવન ખોરવાયું છે. જેમાં સુરતમાં ભારે વરસાદના કારણે ડિંડોલી વિસ્તારમાં આવેલું દેલાડવા જળમગ્ન બન્યું છે. જેમાં ૧૨ કલાકથી વરસાદી પાણી ન ઓસરતા દેલાડવાની અનેક સોસાયટીઓના રહીશો પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. અતિભારે વરસાદના કારણે પાણી ભરાયેલા છે. જેના લીધે મેડિકલ ઈમરજન્સીમાં પણ વાહન પહોંચી શકે તેવી સ્થિતિ નથી.

સુરતના દેલાડવામાં ધોધમાર વરસાદના કારણે અનેક સોસાયટીમાંથી પાણી ભરાયા છે, અનેક સોસાયટીઓમાં ચારેતરફ માત્ર પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. સ્થાનિકોની આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં ગામના સરપંચનો કોઈ જ અતોપતો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

સુરત શહેર હાલ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે, જ્યાં ભારે વરસાદને કારણે ખાડીઓમાં પાણી ભરાવાના પરિણામે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. વરસાદ બંધ થયાના ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં, શહેરના રહેણાંક વિસ્તારોમાં, ખાસ કરીને શાંતિકુંજ સોસાયટી જેવા વિસ્તારોમાં, પાણીનો ભરાવો યથાવત છે. આ પરિસ્થિતિ સ્થાનિક રહેવાસીઓ માટે ભારે મુશ્કેલીઓ અને નુકસાનનું કારણ બની છે.

સુરતના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અનાજ, કપડાં, ફર્નિચર, અને અન્ય કિંમતી સામાન સંપૂર્ણપણે પલળી ગયો છે અથવા નાશ પામ્યો છે. આ ઉપરાંત, ટેલિવિઝન, ફ્રીજ, અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોને પણ ભારે નુકસાન થયું છે, જેનો આર્થિક બોજ સામાન્ય પરિવારો પર આવી પડ્યો છે. પાણીના ભરાવાને કારણે ગંદકી, દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધી રહી છે. સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, કારણ કે પાણીજન્ય રોગો ફેલાવવાની શક્યતા રહે છે.

સ્થાનિકોનો આરોપ છે કે જીસ્ઝ્ર દ્વારા વાલક ખાડીના માળખામાં કરાયેલા ફેરફારો અથવા તેને બંધ કરવાના ર્નિણયને કારણે આ પાણી ભરાવાની સમસ્યા વધુ વકરી છે. એક રહેવાસીએ ભારપૂર્વક કહ્યું કે, “એસએમસીએ જે વાલક ખાડી બંધ કરી છે આ ટોટલી ટોટલ ર્નિણય વાલક ખાડીનો જ થાય છે.

સુરતમાં સ્થાનિકોનું આ મુદ્દે કહેવું છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની જરૂર છે. માત્ર રાહત સામગ્રી પૂરી પાડવાને બદલે, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમનું પુનર્ગઠન અને વાલક ખાડી સંબંધિત સમસ્યાનો કાયમી ઉકેલ શોધવો અત્યંત આવશ્યક છે. નિવાસીઓ તેમના ઘરો અને જીવનને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તંત્રની સક્રિય કામગીરીની રાહ જાેઈ રહ્યા છે.