Gujarat

પાટણ કે સુરવીર રેસલર સ્પર્ધા યોજાઈ

પાટણ
પાટણ કે સુરવીર નામની રેસલર સ્પર્ધામાં ભારતભરમાંથી ૨૫ જેટલા રેસલરોએ ભાગ લીધો હતો. વિજેતા રેસલર તેમજ રનઅપ રેસલરને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ભાગ લેનારા અન્ય રેસલરોને પણ પ્રોત્સાહિત કરી બિરદાવવામાં આવ્યાં હતા. પાટણ શહેરના પ્રજાપતિ બંધુ દ્વારા સૌપ્રથમવાર આયોજિત કરાયેલા પાટણ કે સુરવીર નામની રેસલર સ્પર્ધાના કાર્યક્રમને નિહાળવા પાટણના અબાલ વૃદ્ધ સૌ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેસલરનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ, ઇન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ કર્નલ નિતીન જાેશી, ભરત પ્રજાપતિ, શૈલેષ ખમાર, અજય આચાર્ય, યશપાલ સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર પાટણ શહેરના એમ.એન હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે શનિવારના રોજ પાટણ કે શુરવીરો રેસલર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના પ્રજાપતિ પરિવારના બે પનોતા પુત્રો દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ.એન હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાયેલી રેસલર સ્પર્ધાની શુભ શરૂઆત પહેલા ઊંઝાના મહિલા ધારાસભ્ય સ્વ.આશાબેન પટેલને શ્રદ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યાં હતા.

Cyclothon-rally-was-held-in-Rupal-village.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *