National

થરાદનો ફાયરમેન આસામથી તાલીમ પુરી કરી ફાયર ઓફિસર બન્યો

થરા
થરાદ તાલુકાના ઝેટા ગામનો યુવક થરાદ નગરપાલિકામાં ફાયરમેન તરીકે ફાયર બ્રિગેડમાં સારી કામગીરી કરતાં એકમાત્ર કર્મચારીની ૪૬ંર બેન્ચના ઓફિસરમાં પસંદગી થઇ હતી. આથી તેમને ફાયર ઑફિસરની તાલીમ માટે કેન્દ્ર ગુવહાટી (આસામ) ખાતે મુકવામાં આવ્યા હતા. તેમણે છ મહિના ત્યાં રહીને ફાયર ઑફિસરની તાલીમ “ૐર્ર્હજિ’ રીઝલ્ટ સાથે પૂર્ણ કરી બનાસકાંઠા જિલ્લાનો પહેલો ફાયર ઓફીસર યુવક બન્યો હતો. છેલ્લા છ વર્ષથી ફાયર વિભાગથી જાેડાયેલ થરાદ તાલુકાના ઝેટા ગામનો વિરમભાઇ પ્રેમજીભાઈ રાઠોડ (ઠાકોર) થરાદ નગરપાલિકામાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફરજ બજાવે છે. ૧૨ સાયન્સ પછી ડિપ્લોમા ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ કરવાના કારણે ફાયરમેન તરીકે નોકરી મળી હતી. જાે કે પાલિકામાં ફરજ દરમિયાન ફાયર અને રેસ્ક્યુ તથા ફાયર એન.ઓ.સી.તમામ કામગીરીમાં ઉંડાણપૂર્વક અને સારી કામગીરીના લીધે ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા એકમાત્ર કર્મચારીની ૪૬ંર બેન્ચના ઓફિસરમાં પસંદગી થઈ હતી. આથી તેમને ભારતના એકમાત્ર નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે ગૃહ મંત્રાલય (ભારત સરકાર) દ્વારા ચાલતા (એશીયાખંડના ફર્સ્‌ટ નંબર) તાલીમ સેન્ટરમાં ફાયર ઑફિસરની તાલીમ કેન્દ્ર ગુવહાટી (આસામ) ખાતે મુકવામાં આવ્યા હતા. તેમણે છ મહિના ત્યાં રહીને ફાયર ઑફિસરની તાલીમ “ૐર્ર્હજિ’ રીઝલ્ટ સાથે પૂર્ણ કરી હતી. વિરમભાઇ રાઠોડ કર્મચારીમાંથી તાલીમ મેળવી અધિકારીમાં બઢતી મેળવનાર જીલ્લાનો પ્રથમ ઓફીસર યુવક બન્યો હતો. થરાદના યુવકની આ સિધ્ધીથી સરહદી પંથકમાં આનંદ સાથે ગૌરવની લાગણી પ્રસરવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *