Gujarat

છોટાઉદેપુર જીલ્લામામાં આવેલ છોટાઉદેપુર બસ સ્ટેશનમાં ઘુસેલા બે આંતકવાદીઓને પોલીસે જીવતા ઝબ્બે કર્યા.

છોટાઉદેપુર જિલ્લાના આવેલ છોટાઉદેપુર બસ સ્ટેશનમાં બે આંતકવાદીઓ ઘુસી ગયેલ અને ત્યાં તેઓએ બસ સ્ટેશનના કંટ્રોલ રૂમમા ઘુસી બે માણસોને બાનમાં લીધેલ અને તેઓના સાથી કેદીઓ ગુજરાત રાજયમાં અમદાવાદ સાબરમતી જેલમાં સજા કાપી રહેલ છે. તેઓને છોડી મુકવાની માંગ મુકેલ અને જો તેમ કરવામાં ન આવે તો છોટાઉદેપુર બસ સ્ટેશનમાં તમામ ભરેલ પેસેન્જર બસ બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દઇ અને ભારે જાન હાની કરવાનું જણાવેલ જે અંગેની જાણ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓને થતાં તેઓએ જિલ્લાના તમામ અધિકારીઓને જાણ કરતા ના.પો.અધિક્ષક શ્રી, જેજી.ચાવડા સાહેબ તથા એસ.ઓ.જી I/C પો.ઇન્સ. શ્રી.જે.પી.મેવાડા સાહેબ તથા છોટાઉદેપુર જીલાના જુદા-જુદા પોસ્ટેના અધિકારીઓ તથા એસ.ઓ.જી. એલ.સી.બી. તથા પોસ્ટે.ના પોલીસ સ્ટાફે અલગ-અલગ અગિયાર ટીમો બનાવી ઓપરેશન પાર પાડી બે આંતકવાદીઓને હથિયાર-૨, જીવતા કાર્ટીજ-૩૬, ફુટેલા કાર્ટીજ-૧૪, થેલા ૨, મોબાઇલ ફોન-ર, એકસ્ટ્રા સીમ કાર્ડ-૩, છોટાઉદેપુર જિલ્લાનો નકશો, લાઈટર વિગેરે મુદ્દામાલ સાથે બંને આંતકવાદીઓને જીવતા પકડી પાડવામાં સફળતા મળેલ આ ઓપરેશન સવારના કલાક.૦૮/૪૫ થી કલાક.૧૦/૧૫ સુધી ખેલાયેલા આ જીવ સટોસટીના ખેલમાં પોલીસ માંથી પાંચ કર્મચારીઓને ઇજા થયેલ અને બંધક બનાવેલ બસ સ્ટેશનના કંટ્રોલ ઇન્ચાર્જ તથા બે માણસોને આંતકીઓએ બંદુકના ખુંધા મારી મૂઢ માર મારેલ આ સત્ય ઘટના ન હતી પરંતુ પાડોશી રાષ્ટ્રમાં થઇ રહેલ આંતકવાદીઓના હુમલાઓ સામે સાવધ રહેવાના મળતા સંદેશાઓ અને પોલીસની કાર્યક્ષમતા અને સતર્કતાસ ચકાસવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ઇન્ચાર્જ રેન્જ આઇ.જી.પી શ્રી એમ.એસ.ભરાડા સાહેબ નાઓ દ્વારા મોકડ્રીલ યોજવા આદેશ થયેલ હતો આ ઓપરેશન દરમ્યાન આજુ-બાજુના ગામના માણસોમાં ગભરાહટનું વાતાવરણ ફેલાયેલ અને આ પોલીસ ટીમ દ્વારા આંતકવાદીઓને પકડી પાડવામાં આવતા રાહતનો દમ લીધેલ આ મોકડ્રીલનું પ્લાનીંગ અત્યંત ગુપ્ત હતું.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20211227-120651_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *