Gujarat

ચાંદીપુરા વાયરલના શંકાસ્પદ દર્દીને રજા અપાઈ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં રાહત જોવા મળી રહી છે. આજે એક દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે પોરબંદરના એક બાળકને શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયો છે. હાલ બે દર્દીઓ સારવાર હેઠળ છે.

હાલાર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. અત્યાર સુધીમાં કુલ સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી પાંચના મૃત્યુ થયા હતા. સારવાર હેઠળના બે દર્દીઓમાંથી જામનગર પંથકના 9 માસના બાળકની તબિયત સુધરતા આજે રજા આપવામાં આવી છે.

બીજી તરફ, પોરબંદર પંથકના વધુ એક બાળ દર્દીને ચાંદીપુરાના શંકાસ્પદ કેસ તરીકે દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે, એક જૂનો દર્દી અને આ નવો દર્દી મળીને કુલ બે દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.