Gujarat

ઉત્તર ભારતના રાજ્યોમાં શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ સાનિધ્યે પણ કાવડિયાઓ ઉમટી પડશે

ભગવાન શિવના પ્રિય એવા શ્રાવણ માસને 15 દિવસ હજુ બાકી છે પરંતુ ઉત્તરના રાજ્યોમાં ગઈકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેને પગલે સોમનાથ સાનિધ્યે પણ કાવડ યાત્રીઓને આગમનની શરૂઆત થઈ ચૂકી છે.

ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆતને હજુ 15 દિવસ જેટલો સમય બાકી છે પરંતુ ઉત્તરના રાજ્યોમાં ગુજરાત કરતા 15 દિવસ પૂર્વે શ્રાવણ માસ શરૂ થાય છે અને 15 દિવસ વહેલો પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવભક્તો પવિત્ર નદીનું જળ એકત્ર કરી જળાભિષેક માટે સોમનાથ ખાતે કાવડીયા ઉમટી પડશે.ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના ભાવિકો સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે ઉમટી પડશે.

આમ, આગામી દોઢ માસ સુધી સોમનાથ સાનિધ્યે બહોળી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડશે ત્યારે ટ્રસ્ટ અને વહીવટી તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે,પુરાણો અનુસાર સોમનાથ મહાદેવ પર ગંગાજળ અભિષેકનું અનેરું મહત્વ છે ત્યારે ઘણા કાવડ યાત્રિકો ગંગા નદીમાંથી જળ લઈને આવે છે અને મહાદેવ પર તેનો જળાભિષેક કરે છે. કાવડયાત્રા દરમિયાન ઓછામાં ઓછી 100 કિલોમીટર પદયાત્રા કરવી પડે છે અને જે સમૂહમાં 10 થી 15 લોકો સાથે કરતા હોય છે