Gujarat

રાણપુરમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિઅશનનું ગુજરાત પ્રદેશનું સંમેલન યોજાયુ..  નવા નિયુક્ત જનરલ સેક્રેટરી નરેન્દ્રભાઈ દવેનું સફળ આયોજન, ગુજરાત રાજ્યના પદાધિકારી ઓ આગેવાનોની હાજરીમાં સંમેલન યોજાયુ

બોટાદ જિલ્લાના રાણપુરમાં મનુભાઈ શેઠ સ્કુલ ખાતે ગુજરાત પ્રદેશ નું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિઅશનનું પ્રદેશ કક્ષાનો વાર્ષિક અધિવેશન રાણપુરના ઉદ્યોગપતિ અને ટેક્સપીન બેરીંગના ચેરમેન ભુપતભાઈ મકવાણા ના વડપણ હેઠળ યોજવામાં આવ્યું હતુ.આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર. શનઝ બેન બાબી તથા નવા નિયુક્ત જનરલ સેક્રેટરી રાણપુર ના આગેવાનો નરેન્દ્રભાઈ દવે આયોજિત પ્રદેશ કક્ષાના સંમેલનમાં ગુજરાત રાજ્યમાંથી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન ના જિલ્લાઓ ના પદાધિકારીઓ અને ડાયરેક્ટરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા સંમેલન પ્રસંગે પ્રતિભા સંપન્ન થતા દેવાભાઈ જતીનભાઈ શેઠ (મુંબઈ) નુ સન્માન કરી એવોર્ડ આપવામાં આવ્યો હતો સંમેલન પ્રસંગે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશનના નવા નિયુક્ત જનરલ સેક્રેટરી નરેન્દ્ર દવે સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું.
   આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિયેશનના ઉપાધ્યક્ષ  ડોક્ટર શઝનબેન બાબી એ સંસ્થાના પરિચય આપ્યો હતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી કામગીરીથી સૌને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થાના રાણપુરના પીઠ પ્રમુખ મુકુંદભાઈ વઢવાણ તથા રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળના પ્રમુખ ગોવિંદસંગ ડાભી બાર એસોસિયન રાણપુર ના વકીલ ઝાલા તથા વેપારી મંડળના આગેવાનો તથા નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનને સફળ બનાવ્યું હતું સંમેલન નું સંચાલન વિનાબેન સોલંકીએ કહ્યું હતું સંમેલનમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ થી સંગીતાબેન દવે કર્યું હતું.
 તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *