Gujarat

શાપર-વેરાવળ મા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએસન કાર્યાલય ખાતે સુશાસન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી

ભારત સરકાર દ્વારા દર 25 ડિસેમ્બર એટલે કે પૂર્વ વડાપ્રધાન એટલ બિહારી વાજપાઇજી ની જન્મ જયંતિ એ ગુડ ગવર્નન્સ ડે સુસાન દિવસ ની એક રાષ્ટ્રીય તહેવારો તરીકે ઉજવામાં આવે છે. જેમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને રાજકોટ જિલ્લા પંચાયત અને આરોગ્ય સમિતિ ના ઉપક્રમે ગુડ ગવર્નન્સ ડે.સુશાસન દિવસ નિમિતે વેક્સીનેસન કેમ્પ બ્લડ ડોન્સન કેમ્પ બીપી ચેકઅપ અને આયુષ્માન કાર્ડ વગેરે કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં ICDS પોગ્રામ ઓફીસરશ્રી જીજ્ઞાશા બેન દવે બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પૂજાબેન જોષી હેલ્થ સુપરવાઇઝર શ્રી મોટેરિયા વિશાલભાઈ વગેરે એ દિપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં
કેન્દ્ર અને રાજ્ય સરકાર ની અનેકવિધ યોજનાઓ લાભ સૌ કોઈ જરૂરિયાત મંદ લાભાર્થીઓ સુધી પહોંચે ગરીબ પરિવારો ને સરકારી કચેરી ખાતે ધક્કા ના ખાવા પદે તે હેતુ થી એકજ દિવસ મા આ તમામ કામગીરી કરી વધુ લોકો એ ભાગ લીધો હતો.
અને સાથે
સગર્ભા મહિલાઓને પણ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું
જેમાં
ગુજરાત સરકાર શ્રી દ્વારા સુશાસન ઉજવણીના અંતર્ગત નિરામય ગુજરાત નિદાન કેમ્પ માં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના પ્રમુખશ્રી કિશોરભાઈ ટીલારા, સેક્રેટરી શ્રી વિનુભાઈ ધડુક, હોદ્દેદારો અશોકભાઈ ટીલવા અને રાજુ ભાઈ ડોબરીયા, તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પીઆર રામાણી, સાહેબ તેમજ શાપર ગામ ના સરપંચશ્રી જયેશભાઈ કાકડીયા, તેમજ વેરાવળ ગામના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ
ICDS પોગ્રામ ઓફીસરશ્રી જીજ્ઞાશા બેન દવે બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પૂજાબેન જોષી હેલ્થ સુપરવાઇઝર શ્રી મોટેરિયા વિશાલભાઈ તેમજ શાપર-વેરાવળ ના આંગણવાડી ના બહેનો સહીત ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યા મા લાભાર્થીઓ એ આ કેમ્પ મા ભાગ લીધો હતો.

રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1640602851448.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *