Gujarat

અધિક પોલીસ મહાનિદેશકશ્રી (કાયદો અને વ્યવસ્થા) ગુજરાત રાજ્ય ગાંધીનગર* તથા *અધિક પોલીસ મહાનિદેશકશ્રી ઓપરેશન ગુ.રા.,અમદવાદ* નાઓએ સમગ્ર રાજ્યમાં  તા.૧૫/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી ગેરકાયદેસર શસ્ત્રોતોનું ઉત્પાદન, ઉપયોગ, સંગ્રહ, વેંચાણ કે હેરા-ફેરી ન થાય તે માટે સ્પેશ્યલ ડ્રાઈવ-ઝુંબેશ રાખવામાં આવેલ હોય, જેના ભાગરૂપે સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અમરેલી દ્વારા કોમ્બિંગ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમી આઘારે બાબરા પો.સ્ટે., વિસ્તારમાંથી એક લોખંડનો દેશી બનાવટનો તમંચો *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે બે ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.    

💫 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* તથા *ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.શાખાના *પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* એ.ટી.એસ.ચાર્ટર લગત બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, કરિયાણા-ખંભાળા ગામના રોડ પર આવેલ ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં આવેલ ધાર ઉપર બે ઇસમ ઉભા છે અને તેની પાસે ગેરકાયદેસર *(હથિયાર અગ્નિશસ્ત્ર)* છે અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક લોખંડનો દેશી બનાવટનો તમંચો *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે બે ઈસમને ઝડપી પાડેલ છે.
✨ *પકડાયેલ આરોપીઓ* ✨
1️⃣જાહેદશા ગુલાબશા શાહમદાર, ઉ.વ. ૩૯, ધંધો.-હિરા ઘસવાનો રહે.ગામ-કરીયાણા, તા.બાબરા, જી.અમરેલી.
2️⃣રધુવિરભાઇ ભીમદાસભાઇ ગોંડલીયા, ઉ.વ.૪૧, ધંધો.વેપર, રહે.ગામ-કરીયાણા, તા.બાબરા, જી.અમરેલી.
 ✨ *કબ્જે કરેલ મુદ્દામાલ* ✨
 મજકુર પકડાયેલ ઈસમોનાં કબ્જામાંથી એક લોખંડનો દેશી બનાવટનો તમંચો *(અગ્નિશસ્ત્ર હથિયાર)* કિ.રૂા.૨૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમો વિરૂધ્ધ આર્મ્સ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીઓને વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
💫 આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* તથા *ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ,* નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.સ.ઇ., શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* ને એક લોખંડનો દેશી બનાવટનો તમંચો *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211227-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *