Gujarat

ભાજપના પદાધિકારી-કાર્યકરો ખાદી ભંડાર પર ખરીદી કરવા પહોંચ્યા

7 ઓગસ્ટ હેન્ડલુમ દિવસ પર વડાપ્રધાનની લોકલ ફોર વોકલના આહ્વાનને લઇ જૂનાગઢ મહાનગર ભાજપ ટીમ દ્વારા સ્વદેશી હાથ વટાણની વસ્તુઓ ખરીદીનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ધારાસભ્ય સંજ્ય કોરડીયા, પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, મેયર ધર્મેશ પોશીયા, ડે.મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી સહિતના પદાધિકારીઓ, મહિલા- યુવા મોરચાની ટીમ સહિત 25થી વધુ પદાધિકારી – કાર્યકર્તાઓ જોડાયા હતા.

જો કે, જૂનાગઢ મહાનગરની ભાજપની ટીમ ખાદીગ્રામ ઉદ્યોગમાં ખરીદીના કાર્યક્રમમાં ગઇ ત્યારે ત્યાં ખરીદી ઓછી અને ફોટોસેશન વધુ થયુ હતુ. કારણ કે, આ કાર્યક્રમમાં 25 લોકોની ટીમ જોડાઇ હતી જયારે ખરીદી માત્ર એક હજારની જ થઇ હતી. એટલે કે, વડાપ્રધાનના લોકલ ફોર વોકલના આહ્વાનમાં ભાજપના એક-એક કાર્યકર્તાએ 50 રૂપિયાની પણ ખરીદી કરી ન હતી અને અનેક વસ્તુઓ જોતા હોય તેવા ફોટો પડાવી લીધા હતા.